ગાંધીનગરમાં પીપીપી ધોરણે 300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ

રેલવે ગાંધીનગરમાં પીપીપી ધોરણે 300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ તૈયાર કરે છે. જે રેલવે ટ્રેક તેમજ ફ્લોટિંગ કોલમ પર બનનારી દેશની પ્રથમ હોટલ હશે. આ હોટેલ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વોશેબલ એપ્રોન બનાવવાની પણ સૂચના આપી છે જેથી સ્ટેશન અને ટ્રેકની સફાઈ વધુ સરળ બનાવી શકાય. આ પ્રસંગે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવકુમાર લોહિયા અને અમદાવાદના ડીઆરએમ દિનેશ કુમાર સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.