દુનિયાનુ આ સૌથી અમીર કપલ લેશે છુટાછેડા.....

અમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) જેફ બેઝોસ પોતાની પત્નીને તલાક આપશે. બુધવારે ટ્વીટ કરીને જેફ બેઝોસે આ વાતની જાણ કરી હતી, તેમને જણાવ્યુ કે તે પોતાની પત્ની મેકેન્ઝી બેઝોસની સાથે 25 વર્ષના સંબંધનો અંત લાવશે.ઉલ્લેખીય છે કે, જેફ બેઝોસ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે, અને તેની સંપતિ લગભગ 137 અબજ ડૉલર છે. મેકેન્ઝી બેઝોસ અમેઝોનની પહેલી કર્મચારી હતી. બન્ને કપલ કોઇપણ કારણ વિના એકબીજાના સહમતિથી છુટા થઇ રહ્યાં છે.