2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષે તૈયારીઓ શરૂ કરી

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની શરૂઆત સૌથી વધુ 80 બેઠકવાળા રાજ્ય ઉત્તરપ્રદેશથી થઈ રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આ ચારેય પક્ષ વચ્ચે સીટોની ફાળવણીને લઈને પણ સહમતી બની ગઈ છે. મીડિયા રિપોટ્સ મુજબ સૌથી વધુ 40 સીટ બસપાને મળશે. કોંગ્રેસને 8 અને સપાના કોટામાંથી RLDને સીટ આપવાની વાત પર સહમતી બની ગઈ છે.