મુંબઈમાં સતત વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

મુંબઈમાં સતત વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં એક મુસાફરોથી ભરેલી પેસેન્જર ટ્રેન પણ ફસાઈ ગઈ છે. રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેક પાણીમાં ડૂબી જવાના કારણે નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગઈ છે. ત્યારે વડોદરા એક્સપ્રેસમાં ફસાયેલા 411 મુસાફરોને NDRFની ટીમે સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે, તો અન્યોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. યાત્રિકો માટે ખાસની સગવડ ઊભી કરી તેઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યાં છે. અંધેરીથી ટ્રેનમાં ફસાયેલા યાત્રીઓને નાસ્તાના પેકેટ્સ મોકલાવવામાં આવ્યા છે.