ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં બીજો દીપડો હોવાની આશંકા

ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં રવિવારે મોડી રાત્રે ઘૂસેલા દીપડો તો પાંજરે પુરાઈ ગયો પરંતુ આ ઘટના બાદ અફવાઓનું બજાર ગરમાયું છે. હજુ પણ આ વિસ્તારમાં બીજો દીપડો હોવાની આશંકાના પગલે વન વિભાગે ગાંધીનગરના 14 લાખ ચોરસમીટર વિસ્તાર ખૂંદી વળ્યા બાદ બીજો દીપડો હોવાના કોઇ સગડ નહીં મળતા આખરે ઓપરેશન પૂર્ણ જાહેર કર્યું હતું.