લોકો દુઆ કરો કે મારો દીકરો સકુશળ પાછો ફરે

જકાર્તામાં થયેલા વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનારા પાઇલટ ભવ્ય સુનેજા (31) મયુર વિહાર ફેઝ-1, પોકેટ-4માં રહેતા હતા. અકસ્માતની સૂચના પછી સોમવારે સાંજે ભવ્યના પિતા ગુલશન સુનેજા, મા સંગીતા અને બહેન રૂહાની ઇન્ડોનેશિયા જવા માટે રવાના થયા. ઘરેથી નીકળતી વખતે ભવ્યની માએ હાથ જોડીને કહ્યું, તમે લોકો દુઆ કરો કે મારો દીકરો સકુશળ પાછો ફરે.