હાર્દિક પટેલે પાટીદાર અનામત મુદ્દે ફરી એકવાર સરકાર સામે આંદોલન છેડવાની જાહેરાત

હાર્દિક પટેલે પાટીદાર અનામત મુદ્દે ફરી એકવાર સરકાર સામે આંદોલન છેડવાની જાહેરાત કરી છે. આગામી 25 ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલ ખાતે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હાર્દિકથી વિખૂટા પડીને ભાજપમાં જોડાયેલાં વરુણ પટેલ, રેશ્મા પટેલ અને ચિરાગ પટેલ સહિતના પૂર્વ પાસ કન્વીનરોએ પણ ફરી એકવાર સમાજ હિતની શરતે હાર્દિક પટેલ સાથે બેસીને પાટીદાર અનામત મુદ્દે સરકાર સામે આંદોલન કરવાની તૈયારી બતાવી છે.