ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પંચાયત ખાતે મળી હતી. જેમાં જનમિત્રોની કામગીરી પૂર્ણ કરવા ‘શક્તિ’ પ્રોજેક્ટની સક્રિય અમલવારી, જિલ્લા પંચાયત બેઠકવાર ’ધન સંચય’ અને ‘ જનસંપર્ક અભિયાન-કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમના સફળ અમલીકરણ અને મિશન-2019, જિલ્લા-શહેર-તાલુકાના માળખામાં ફેરફારના મુદ્દે ચર્ચા થઈ હતી. કોંગ્રેસ દ્વારા આજથી જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કરાશે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું કે,‘ કોંગ્રેસ દ્વારા જિલ્લાની દરેક સીટ પર અમે જનસંપર્ક અને ધનસંચય અભિયાન શરૂ કરીશું.