પાકિસ્તાનને સમજી જવું જોઇએ કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે

સૈન્ય પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું  હતું કે, તે ભારતમાં ઘૂસણખોરી રોકે નહીં તો ભારત પાસે તમામ કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો છે. રાવતે કહ્યું કે, પાકિસ્તાનને સમજી જવું જોઇએ કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.રાવતે કહ્યું કે, કોઇ પણ કિંમત પર ભારતીય સેના કાશ્મીરનો બચાવ કરવા માટે સક્ષમ છે. ભારતમાં ઘૂસણખોરી કરીને પાકિસ્તાન ખોટા પ્રયાસો કરી રહ્યું છે કારણ કે તેના ઇરાદાઓ ક્યારેય સફળ થશે નહીં. ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર આયોજીત ઇન્ફૈટ્રી ડે નિમિતે રાવતે કહ્યું કે, ઘૂસણખોરીને કારણે પાકિસ્તાનને જ નુકસાન જશે એટલા માટે તે આતંકવાદીઓને પોતાનું સમર્થન બંધ કરે.