સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી મંદિર પાણીમાં ગરક થયું હતું

દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગઇકાલે મંગળવારે મેઘરાજાએ ગિર-સોમનાથ જિલ્લા પર પૂરા ઓળઘોળ થયા હોય એમ ધીમી ધારે કાચું સોનું વરસાવ્યું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લો હજુયે કોરોધાકોડ જ રહ્યો છે. તાલાલા તાલુકાનાં ગામોમાં સાડા ત્રણ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુત્રાપાડાનાં પ્રાંચી તેમજ ગીર વિસ્તારમાં પડેલા વરસાદથી સરસ્વતી નદીમાં રાત્રે પૂર આવ્યું હતું જેથી સરસ્વતી નદી કિનારે આવેલા માધવરાયજીનું મંદિર પાણીમાં ગરક થતું જોવા મળ્યું હતું.