પાર્ટી-પ્લોટ અને ક્લબમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા

નવરાત્રિનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચ્યા છે. રવિવારે પાંચમા નારતે પાર્ટી-પ્લોટ અને ક્લબમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. ક્બલ અને પાર્ટી-પ્લોટનું રળિયામણું વાતાવરણ અને હાથમાં દાંડિયા આવી જાય તો મન બાર બીનેને થનગનાટ ન કરે તો જ નવાઇ. દર વર્ષની જેમ આ વખતે પણ એસ.જી.હાઇવે પરની ક્લબ અને પાર્ટી પ્લોટ ખેલૈયાઓ માટે હોટ ડેસ્ટિનેશન બન્યું છે.