બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજના દિવસે જ ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે બીજેપીએ ક્ષત્રિય વોટબેંક મજબૂત કરવા માટે વધુ એક પોલિટિકલ ઓપરેશન પાર પાડીને વધુ એક નેતાને પાર્ટીમાં લાવ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે. તેમને હાલના સાંસદ દીપસિંહ રાઠોડની જગ્યાએ ટિકીટ આપશે. આ અંગે અમિત શાહ શંકરસિંહ વાઘેલાને વચન આપ્યું છે અને મહેન્દ્રસિંહે કમિટમેન્ટ સાથે જ બીજેપમાં પ્રવેશ કર્યો છે.