વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદારની પ્રતિમાનું PM મોદીએ કર્યું લોકાર્પણ

આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યારે કાર્યક્રમના શુભારંભમાં સ્ટેજ પર મોદી સહિત અમિત શાહ તેમજ અન્ય રાજકીય હસ્તીઓ મોજુદ છે.