મહાનગર પાલિકાની ભરતીમાં હાર્દિક પટેલ વિશે પ્રશ્વન પુછવામાં આવતા વિવાદ

હાર્દિકના 19 દિવસના ઉપવાસને ગણકારતી નથી તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ભરતીમાં હાર્દિક પટેલ વિશે પ્રશ્વન પુછવામાં આવતા વિવાદ સર્જાયો છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર ગાંધીનગર ખાતે મનપા કલાર્કની પરીક્ષાના પેપરમાં હાર્દિક પટેલે કોના હાથે પાણી પીધુ તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્નના ઉત્તરના ચાર વિકલ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ હતુ. ત્યારે સવાલ થાય છે કે, શું જાણી જોઈને પરીક્ષાના પેપરમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કારણ કે, એક તરફ હાર્દિકના ઉપવાસને લઈને સરકાર આક્રમક હતી અને હાર્દિકના ઉપવાસને નિષ્ફળ બનાવવા કોઈ કસર બાકી રાખી ન હતી.