આતંકીઓએ પોલીસકર્મીઓની કિડનેપ કરીને હત્યા કરી દીધી

દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવારે આતંકીઓએ ત્રણ પોલીસકર્મીઓની કિડનેપ કરીને હત્યા કરી દીધી. આ તમામ પોલીસકર્મીઓના મૃતદેહ બતાગુંડ ગામથી મળી આવ્યા. પોલીસે જણાવ્યું કે આ ગામના લોકોએ આતંકીઓનો પીછો કર્યો અને તેમને ન મારવાની અપીલ કરી. પરંતુ આતંકીઓએ હવામાં ફાયરિંગ કરીને ગામ લોકોને ચાલ્યા જવાની ધમકી આપી. ત્યારબાદ આતંકી પોલીસકર્મીઓને નદી પાર લઈ ગયા અને પછી ગોળીઓ મારી દીધી.