અમે સીમા પર વહેલા લોહીનો બદલો લઇશું : પાક આર્મી ચીફ

પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ 1965ના યુદ્ધની 53મી એનિવર્સરી પર કહ્યું કે, અમે સીમા પર વહેલા લોહીનો બદલો લઇશું. 1965 અને 1971ના યુદ્ધથી અમે ઘણી શીખ લીધી છે. 6 સપ્ટેમ્બરનો દિવસ પાકિસ્તાન માટે યાદગાર છે. અમારાં મકાનો, સ્કૂલો અને નેતાઓ પર હુમલા કરવામાં આવ્યા, આ અમને કમજોર કરવાનું કાવતરું હતું.