2 દિવસ સુધીમાં 16 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધીમાં 16 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં થયેલ ભારે વરસાદ બાદ આ જાણકારી આપી છે. દિલ્હીમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દેશમાં 17 દિવસ પહેલા જ ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગે 19 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ, જમ્મુ-કશ્મીર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તરી ગુજરાત, તટીય અને દક્ષિણી કર્ણાટક, મહારાષ્ટ્રનું કોંકણ, ગોવા, કેરલ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બંગાળ, સિક્કિમ અને તેલંગાણા શામેલ છે.