તમિલનાડુના પૂર્વ સીએમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર થશે

તમિલનાડુના પૂર્વ સીએમ અને દ્વવિડ મુનેત્ર કષગમ (દ્રુમક) પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર જ થશે તેની મદ્રાસ હાઈકોર્ટે જાહેરાત કરી દીધી છે. આ વિશે આજે સવારથી મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. નોંધનીય છે કે, દ્રુમક પૂર્વ સીએમ એમજીઆર અને જયલલિતાની સમાધિ મરીના બીચ પર છે. કરુણાનિધિના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટનો નિર્ણય આવ્યા પછી તેમનો દીકરો સ્ટાલિન રડી પડ્યા હતા.