ગોંડલ-રાજકોટ  હાઈવે પર રાત્રે ઉભેલા ટ્રક પાછળ મિની ટ્રાવેલ્સ બસ ઘૂસી

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા ગામના પાટીયા પાસે રવિવારની મોડી રાત્રે ઉભેલા ટ્રક પાછળ મિની ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 14 વ્યક્તિઓને ઈજાઓ થતાં એમાંથી ચાર વ્યક્તિને સારવાર માટે ગોંડલ લવાયા હતા અને 10ને રાજકોટ ખસેડાયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રીબડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા ટ્રક નંબર GJ 18 AH 1937 ની પાછળ મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસ GJ 3 BV 3396 ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતા મોફીઝ રહેમાન નામના મુસ્લિમ યુવાનનું મોત નીપજ્યું હતું