નવરાત્રિના ગરબાએ માતાજીની આરાધના સાથે અવનવા શણગાર

નવરાત્રિના ગરબાએ માતાજીની આરાધના સાથે અવનવા શણગારનો પણ તહેવાર બની રહ્યો છે. એકાદ દશકા અગાઉ ગ્રૂપમાં આવતાં ખેલૈયાઓ પોતાના અવનવા સ્ટેપ્સ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતાં હતાં. હવે અવનવા પરિધાન અને મેકઅપ સાથે આવતા ખેલૈયાઓ આખા ગરબામાં જોનારાઓની નજર પોતાના તરફ ખેંચવા મજબૂર કરતા હોય છે.