હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શકુ?

ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું એક તથાકથિત ચા વેચવા વાળો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, તો હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શકુ? તેમણે કહ્યું જીએસટી શું છે? તેનો મતલબ છે- 'ગઈલ સરકાર તોહાર'. પટના સાહિબથી ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાએ આમ આદમી પાર્ટીની જન અધિકાર રેલીને વારાણસીમાં સંબોધિત કરતા પીએમ મોદી, અરૂણ જેટલી અને સ્મૃતિ ઈરાની પર પણ નિશાન સાધ્યું હતું.