વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ :  આરોપીને દોષિત અને અન્ય 3ને નિર્દોષ જાહેર કર્યા

 વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં આજે સીટની સ્પેશ્યિલ કોર્ટે ઈમરાન શેરૂ અને ફારૂખ ઉર્ફ ભાણો એમ 2 આરોપીને દોષિત અને અન્ય 3ને નિર્દોષ જાહેર કર્યા હતા. 27 ફેબ્રુઆરી, 2002એ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન પર હુમલો થયો હતો. બાદમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S6 કોચમાં આગ લગાડી હતી અને ટોળાએ 59 કારસેવકોને જીવતા સળગાવ્યા હતા.