સરદાર પટેલની પ્રતિમા શર્ટ અને શૂઝની જેમ 'મેઇડ ઇન ચાઇના' છે : રાહુલ ગાંધી

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે એ 'મેઇડ ઇન ઇન્ડિયા' છે.નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે, 95 % કામગીરી ભારતમાં થઈ છે અને જે ટેકનૉલૉજી ભારતમાં ઉપલબ્ધ ન હતી, તે માટે 'વિદેશનો સહયોગ' લેવામાં આવ્યો છે."મોદી સાહેબ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા છે, પરંતુ આપણાં શર્ટ અને શૂઝની જેમ તે પણ 'મેઇડ ઇન ચાઇના' છે." મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા આ નિવેદનને કારણે વિવાદ ઊભો થયો છે.