સુરતના નવનિર્મિત BRTS બસસ્ટેન્ડનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી

સુરતના નવનિર્મિત BRTS બસસ્ટેન્ડનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્લેબ તૂટી જતા તેની નીચે 5 લોકો દટાયા હતા. હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. હાલ સ્લેબ તૂટતા 2 લોકોને ઇજા થઇ હોવાનું માલૂમ પડ્યું છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સુરતના યુનિવર્સિટી રોડની છે.આ ઘટનામાં કાટમાળ નીચે એક બાળકી દટાઇ છે. અઢી વર્ષની  આ બાળકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અઢી વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.