નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનનો ફાઇનલ ડ્રાફ્ટ આસામમાં જાહેર

નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનનો ફાઇનલ ડ્રાફ્ટ આસામમાં જાહેર કરી દેવામાં આવ્યો છે. આ લિસ્ટમાં 2.98 કરોડ લોકોને કાયદેસરના ભારતીય નાગરિક માનવામાં આવ્યો છે. જ્યારે લગભગ 40 લાખ લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે જે લોકોના નામ બહાર રાખવામાં આવ્યા છે તેમનું શું થશે. સરકારના મતે તે લોકોને ગભરાવાની જરૂર નથી તેમને ક્લેમ કરવા અને વિરોધ નોંધાવવાની તક મળશે.