અનુષ્કા શર્માએ લગ્ન બાદ પતિ વિરાટ કોહલી સાથે પ્રથમ કરવાચોથ ઉજવ્યો

અનુષ્કા શર્માએ લગ્ન બાદ પતિ વિરાટ કોહલી સાથે શનિવારે પ્રથમ કરવાચોથ ઉજવ્યો હતો. આ તહેવારની તસવીર બન્નેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં વિરાટ અને અનુષ્કા ખૂબસૂરત અંદાજમાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં અનુષ્કા એકવાર ફરી રિસેપ્શન બાદ માંગમાં સિંદૂર ભરેલી જોવા મળી રહી છે.