કોંગ્રેસ અને જેડીએસમાં ખેંચતાણના અંતે સરકારની અસ્થિરતાની પણ શક્યતાઓ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બન્યા પછી રાજકીય રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને જેડીએસમાં છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલી ખેંચતાણના અંતે હવે રાજ્ય સરકારની અસ્થિરતાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર બન્યા પછી રાજ્યના રાજકારણમાં મજબૂત પકડ ધરાવતા પૂર્વ સીએમ સિદ્ધારમૈયાની નારાજગી સીએમ કુમારસ્વામીને ભારે પડી શકે છે. માનવામાં આવે છે કે, અહીં 5 જુલાઈએ આવનાર બજેટ પહેલાં સરકાર અસ્થિર પણ બની શકે છે. આ દરમિયાન માહિતી મળી છે કે, નારાજ સિદ્ધારમૈયાને મળવા માટે એક મંત્રી સહિત 9 ધારાસભ્યો દક્ષિણ કન્નડ જિલ્લાના બેલતાનગડી પહોંચ્યા છે.