ગાંધીનગર જિલ્લામાં ઝરમર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગાંધીનગર જિલ્લામાં સાંજે 5 વાગ્યા બાદ મેઘરાજાની પધરામણી થવાથી પાણી વહી ગયા હતા. રાત્રે 8 વાગ્યા સુધીમાં દહેગામ તાલુકામાં સૌથી વધારે 32 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે કલોલમાં 10 મીલીમીટ, ગાંધીનગરમાં 15 મીલીમીટર અને માણસા તાલુકામાં 6 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જુલાઇ બાદ ઓગસ્ટમાં પણ નબળા વરસાદથીકિસાનો ચિંતામાં હતા ત્યારે વરસાદ થતા તે વાવેતર માટે સંજીવની પુરવાર થાય તેમ છે.