આ સરકારે ચાર વર્ષમાં કોઈ કામ કર્યું નથી : ટીડીપી

ચોમાસું સત્રના ત્રીજો દિવસે મોદી સરકારમાટે અગ્નિ પરીક્ષા સમાન છે. આજે ગૃહની શરૂઆતમાં જ ટીડીપી દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ટીડીપી સાંસદે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, આ સરકારે ચાર વર્ષમાં કોઈ કામ કર્યું નથી. આંધ્ર સાથે સતત અન્યાય કરવામાં આવ્યો છે. ટીડીપી સાંસદ દ્વારા તેમના ભાષણમાં પીએમ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હોવાની વાતથી સંસદમાં હોબાળો થયો છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ટીડીપી સાંસદના નિવેદનનો વિરોધ કર્યો હતો.