પાટનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

પાટનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ખેડૂતોની વિવિધ સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.મહત્વનું છે કે આજની મળનારી આ આ બેઠકમાં ગુજરાતના વધુ 25 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા ઉપરાંત ભાવાંતર યોજનાને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા બેઠકમાં થશે.