હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ

હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરીને તેઓ હાર્દિકને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ હાર્દિકની ઉપવાસી છાવણી ગયા હતા. અહીં તેમણે હાર્દિક સાથે ચર્ચા કરી હતી. આ સમયે પાસના કન્વીનર મનોજ પનારા પણ બંને વચ્ચેની વાતચીત દરમિયાન હાજર રહ્યા હતા. અમદાવાદમાં ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી બાદમાં તેમણે જણાવ્યું હતું કે, તે હાર્દિકની સ્થિતિ જોઈને આવ્યા છે. હાર્દિકને જલદી પારણાં કરવા તેઓ વિનંતી કરશે.