નોર્થ કોરિયાએ મુખ્ય ન્યૂક્લિયર લોન્ચ સાઇટને નષ્ટ કરવાનું કામ શરૂ

નોર્થ કોરિયાએ મુખ્ય ન્યૂક્લિયર લોન્ચ સાઇટને નષ્ટ કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ સાઇટ નોર્થ-ઇસ્ટ વિસ્તારમાં છે. અમેરિકાના મોનિટરિંગ ગ્રુપે સૂર્હે સ્ટેશનને ધ્વસ્ત કરવાની સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે. આ ગ્રુપ અનુસાર, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને અમેરિકા સાથએ જૂનમાં કરેલા કરારને અમલમાં મુક્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉને એન્જિન ટેસ્ટ સાઇટને નષ્ટ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જો કે, તેઓએ એ સ્પષ્ટતા નથી કરી કે આ સાઇટ કઇ હશે.