રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કરશે સગાઈ

અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના સંબંધની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. બન્ને જણાં અયાન મુખર્જીની ફિલ્મમાં પણ સાથે જોવા મળશે. રણબીર અને આલિયાના પરિવારને પણ આ બન્નેની મિત્રતા પસંદ છે. તેમ જ બન્નેના પરિવાર પણ ઇચ્છી રહ્યા છે કે બન્નેએ લગ્ન કરવા જોઈએ.રણબીર કપૂરની માતા નીતુ ઈચ્છે છે કે, રણબીર આલિયાનું સગાઈ થઇ જવી જોઈએ. રણબીર અને આલિયાની જુન મહિનામાં સગાઈ થાય એવી ઈચ્છા છે. જોકે રણબીર-આલિયાની ઈચ્છા તેમની ‘બ્રહ્માશ્ત્ર’ ફિલ્મ રીલિઝ થાય પછી છે.