કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગમાં 1નું મોત

કેનેડાના ટોરેન્ટોમાં રવિવારે મોડી રાતે થયેલી અંધાધૂંધ ફાયરિંગમાં 1નું મોત થયું છે જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, સ્થાનિક સમય પ્રમાણે રવિવારે પાતે 10 વાગે ગ્રીકટાઉનના લોગાન એન્ડ જેનફોર્થ એવન્યૂમાં ફાયરિંગ થયું હતું. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે 25-30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘાયલ 13 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે જેમાંથી 3 લોકોની સ્થિતિ વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.