ઉત્તરાયણ નિમિત્તે આવતી કાલથી કરૂણા અભિયાનનો આરંભ

આનંદ અને ઉત્સાહના પર્વ ઉત્તરાયણના દિવસો દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી રહે તેવા આશયથી સમગ્ર રાજયમાં કરૂણ અભિયાનનો આરંભ કરવામાં આવે છે. અભિયાનને સાર્થક બનાવવા ગાંધીનગર જિલ્લા કલેકટર એસ કે લાંગાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ દરમ્યાન કેટલાય લોકો ધાબા પરથી પડી જવાના બનાવા બનતાં હોય છે. તેમજ કેટલાય અબોલા પક્ષી, પશુ અને ટુ વ્હીલર ચાલકો દોરીથી ઘાયલ થતાં હોય છે. 

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અતર્ગત ઉત્તરાયણના પર્વમાં આવી કોઇ ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ અને પશુ, પક્ષીઓને તાત્કાલિક સારંવાર મળી તેના માટે સમગ્ર જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે.