પ્રવિણ તોગડિયા રાજકારણમાં ઝંપલાવશે

રામ મંદિર નિર્માણ માટે સાંસદમાં કાયદો બનાવવાની માંગને લઈ આંદોલીત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે કે ‘અબ કી બાર હિન્દુ સરકાર’. સમાચાર મળી રહ્યા છે કે, તોગડિયા રાજકીય દળની જાહેરાત કરી શકે છે. તેમણે ‘મંદિર નહીં તો વોટ નહીં’નો નારો આપતા જણાવ્યું હતું કે, આગામી સરકાર ‘હિન્દુ સરકાર’ હશે. જોકે શપથ ગ્રહણની સાથે જ મંદિર નિર્માણના માર્ગ સાફ કરશે.