ઇંગ્લેન્ડના પ્રવાસ : ભારતની ટી-20 ટીમમાં વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો સમાવેશ

ઇંગ્લેન્ડ ખાતે 12મી જુલાઈએ શરૂ થનાર ટી-20 ક્રિકેટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતની ટી-20 ટીમમાં વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો સમાવેશ થયો છે જેથી કૃણાલના પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી. કૃણાલના પિતા હિમાંશું પંડ્યાએ જણાવ્યું હતું કે માતાજીની કૃપાથી મારા બંને પુત્રો ભારતીય ટીમભારતીય ટીમમાં આવ્યા તે અમારા પરિવાર માટે ખુબ ખુશીની વાત છે. નાનો પુત્ર હાર્દિકનો ટીમમાં સમાવેશ થયો ત્યારથી જ કૃણાલના સમાવેશની અમે રાહ જોઈ રહ્યા હતા પણ આખરે કૃણાલની આતુરતાનો અંત આવ્યો છે.