સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની વરણી

મહાપાલિકામાં ધનતેરસના દિવસ તારીખ 5મીએ મળનારી સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની વરણી કરાશે. મતલબ કે આ દિવસે હાલના પદ્દાધિકારીઓના પદ્દ છુટી જવાના છે. આ પહેલા તારીખ 2જીએ સ્થાયી સમિતિની છેલ્લી બેઠક બોલાવાઇ છે. તેમા 8 મુદ્દાનો એજન્ડા છે અને તેમાંથી 5 મુદ્દા વિવિધ ટેન્ડરલક્ષી છે. જેમાં ચૂંટાયેલી પાંખ માટે બોલેરો જીપ ખરીદવાનો મુદ્દો પણ છે.