ભારત રત્ન વડાપ્રધાન રહેલાં અટલ બિહારી વાજપેયીનું નિધન

ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલાં અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. બે મહિનાથી તેઓ AIIMSમાં દાખલ હતા. વાજપેયીજી છેલ્લાં 9 વર્ષથી બીમાર હતા. લગભગ ઘરમાં બંધ વાજપેયીજી કોઈની સાથે વાત પણ કરતાં ન હતા. જેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચુપ થઈ જતા હતા, તે સરસ્વતી પુત્ર આજે કાયમ માટે મૌન થઈ ગયાં છે.અટલજીને યૂરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેકશન પછી 11 જૂને AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની માત્ર એક જ કિડની કામ કરતી હતી. 30 વર્ષથી અટલજીના અંગત ફિઝિશિયન ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ AIIMSમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.