વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ટ્રેન અને વાહન વ્યવહારને અસર

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન 30 કલાકમાં ઉમરગામમાં 25 ઈંચ વરસાદ નોંધાયો છે. અને વલસાડમાં આજે સવારથી 7 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતમાં વહેલી સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અને સુરત જિલ્લામાં કામરેજમાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.