વડાપ્રધાનની મુલાકાત પહેલાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના100 કાર્યકર્તાઓની અટકાયત  

જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં ગાંધીચોકમાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા,તેમનાં હસ્તે મનપાનાં ટાઉન હોલ, સાબલપુર પાસે પુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે.