માલ્યાને લંડનની હાઈકોર્ટે બ્રિટનમાં તેની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

દેશની બેન્કોના 9000 કરોડ રૂપિયા લઇને પલાયન કરનાર માલ્યાને બ્રિટનની કોર્ટે ભારે આંચકો આપ્યો છે. લંડનની હાઈકોર્ટે બ્રિટનમાં તેની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માલ્યાની મિલકતમાં ઘૂસવા માટે અધિકારીઓએ જો બળપ્રયોગ કરવો પડે તો તેની પણ છૂટ છે. હાઈકોર્ટે 13 ભારતીય બેન્કોના સંઘની અરજી પર ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ યુકેના ઈડી અધિકારી ભાગેડુ માલ્યાના લંડન નજીક હર્ટફોર્ડશાયરની સંપત્તિની તપાસ કરી શકશે