ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) સૌથી આગળ

પાકિસ્તાનમાં બુધવારે થયેલા જનરલ ઈલેક્શન પછી તુરંત જ મતગણતરી શરૂ થઈ ગઈ હતી. હાલ 47 ટકા વોટોની મતગણતરી થઈ ગઈ છે. અત્યાર સુધીના વલણમાં ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) સૌથી આગળ જોવા મળી રહી છે. સ્પષ્ટ બહુમતી માટે 137 સીટની જરૂર છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ 122 સીટથી સાથે સૌથી આગળ છે જ્યારે શહબાજ 60 સીટથી આગળ, બિલવાલ ભુટ્ટોની પાકિસ્તાની પીપલ્સ પાર્ટી 35 સીટ સાથે ત્રીજા નંબરે છે.