ધો.11માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પર નરાધમોનું સામૂહિક દુષ્કર્મ

ગાંધીનગર જિલ્લાના એક ગામની 17 વર્ષની સગીરાને ફોસલાવીને વિપુલ નામના યુવકે મિત્રના ખેતરમાં લઇ જઇ બુધવારે તેની સાથે બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ તેને શેરીસા મોટી કેનાલ પાસે રાત્રે ઉતારી જતો રહ્યો હતો. આ સમયે બે બાઇક પર આવેલા 5 યુવાનો તેને મદદ કરવાના બહાને નેળિયામાં લઇ ગયા હતા. જ્યાં એક યુવાને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા બે યુવાનોએ તેને રોક્યા હતા. પરંતુ બંને યુવાનોને ત્યાંથી ભગાડી દીધા હતા અને બાકીના 3 યુવાનો પૈકી બે યુવાનોએ સગીરાના હાથ પકડી રાખ્યા અને વારા ફરતી બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બળાત્કાર કરનારા 3 યુવાનોની ધરપકડ કરી છે. જ્યારે મદદ કરનાર ચોથો આરોપી સગીર હોવાની શંકા હોઇ પોલીસે તેની અટક કરી ઉંમરની ખરાઇ કરી રહી છે.