તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિની હોસ્પિટલમાં સારવાર

ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન તેમની હાલત રવિવારે થોડા સમય માટે અત્યંત નાજુક થઈ ગઈ હતી. જોકે આજે તેમની તબિયત સુધારા પર છે તેવું જાણવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકો પોતાના નેતા સારા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.