અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં હોળી પછી આંદોલન શરૂ કરાશે

0
351

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદબંધ કરી દેવા બાબતે  વિવિધ હિન્દુ સંગઠને દ્વારા ફરીથી અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ શરુ કરવા માંગ કરી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં પણ હિન્દુ રક્ષક સમિતિએ પણ મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું અને જેમાં ગામ બંધ કરવા ધારણા કરવા તેમજ ભૂખ હડતાલ જેવી ચીમકી વિચારવામાં આવી હતી જો કે આ અલ્ટીમેટમ ને આજે 48 કલાક પૂર્ણ થતા હિન્દુ હિત રક્ષક સમીતીના કાર્યકરો તેમજ અંબાજીના અગ્રણીઓ સાથેની એક બેઠક અંબાજી પરશુરામ મંદિર ખાતે યોજવામાં આવી હતી.  જોકે હાલ તબક્કે આ મિટિંગમાં જે રીતે નિર્ણય લેવાયા બાદ હાલ જે આંદોલન તરફ વળવાની વાત હતી તેને બે દિવસ માટે મોકુફ રાખવામાં આવ્યો  છે.  એટલું જ નહીં હાલ તબક્કે આવતીકાલ હોળી અને ધૂળેટીના તહેવાર આવતા હોવાથી અને સાથે ફાગણ સુદ પૂર્ણિમાના લઈ અંબાજી મંદિરમાં પણ યાત્રિકોનો મોટો ઘસારો રહેતો હોય યાત્રિકોને કોઈપણ જાતની અડચણ કે તકલીફ ન પડે તે માટે પોતાનો કાર્યક્રમ બે દિવસ લંબાવી અલ્ટીમેટમના પણ બે દિવસ લંબાવવામાં આવ્યુ છે એટલે કે 8 તારીખે ફરી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા અને  આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરશે તેમજ  જો હજી પણ જો મોહનથાળ અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકેની વિતરણ વ્યવસ્થા ફરી શરૂ કરવામાં નહીં આવે તો કે જે રીતે અલ્ટીમેટમ અપાયું હતું અંબાજીના બજારો બંધ રાખવા ભુખ હડતાલ જેવા કાર્યક્રમો જે છે એ ફરી આપવા માટેની પણ ચીમકીઆ હિન્દુ રક્ષક સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.