‘અચ્છા સિલા દિયા..’ના રિમિક્સ વર્ઝનથી ફેન્સ નાખુશ

0
431

ટી-સિરીઝ દ્વારા 90ના દશકની ફિલ્મ ‘બેવફા સનમ’ના સુપર ડુપર હિટ સોન્ગ ‘અચ્છા સિલા દિયા..’નું રિમિક્સ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. ઓરિજનલ સોન્ગમાં ક્રિષ્ન કુમાર નજર આવ્યા હતા અને તે સોન્ગ સોનુ નિગમે સ્વરબદ્ધ કર્યું હતું. આજે પણ તે સોન્ગને બોલિવૂડમાં યાદગાર સોન્ગના લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ગીતના શબ્દો અને સોનુનો સુમધુર અવાજ લોકોના દિલમાં ઘર કરી ગયો છે. ટી-સિરીઝે તૈયાર કરેલા નવા સોન્ગના શબ્દોમાં બી પ્રેન્કે  ઉમેરો કર્યો છે અને તેને નવી ધૂન સાથે કમ્પોઝ કરીને સ્વરબદ્ધ કર્યું છે. મ્યુઝિક વીડિયોને લઈને ફેન્સ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ વધુ એક જૂના સુપર હિટ સોન્ગનું રિમિક્સ વર્ઝન જોઈને અકળાયા છે. યુઝર્સનું કહેવું છે કે, તમે જૂના સોન્ગની થીમ પર 2023ની નવી જનરેશનને કેવી રીતે પીરસી શકો? અનેક યુઝર્સનું માનવું છે કે, બી પ્રેન્ક, રાજકુમાર રાવ અને નોરા ભલે નવું વર્ઝન લઈને આવ્યા હોય, પરંતુ આ સોન્ગ સાથે બાળપણમાં જોડાયેલી યાદોને નવું સોન્ગ રિપ્લેસ ન કરી શકે. અન્ય એક યુઝરે ત્યાં સુધી કહ્યું હતું કે, વધુ એક સોન્ગને બગાડવાનો શ્રેય ટી-સિરીઝને મળી ગયો છે. શું કરવા ખોટા ખર્ચ કરીને તમારા પૈસા અને અમારો સમય બરબાદ કરો છો.  ગત વર્ષે સિંગર ફાલ્ગુની પાઠકના આવા જ એક સદાબહાર પોપ્યુલર ગીત ‘મેંને પાયલ હૈ છનકાઈ…’નું રિમિક્સ વર્ઝન ટી-સિરીઝ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઈને ફેન્સ ગુસ્સામાં ભરાયા હતા. ફાલ્ગુની પાઠકે પણ નેહા કક્કરના અવાજમાં તૈયાર કરવામાં આવેલા નવા સોન્ગ વિશે ટિપ્પણી કરી હતી અને નેટિઝન્સ પણ ફાલ્ગુની પાઠકના સપોર્ટમાં આવ્યા હતા અને જૂના હિટ સોન્ગનું રિમિક્સ બંધ થાય તે માટે અભિયાન ચલાવ્યું હતું.