Home News Gujarat અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બરથી શરૂ થશે તેજસ એક્સપ્રેસ…

અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બરથી શરૂ થશે તેજસ એક્સપ્રેસ…

0
1142

IRCTCએ સોમવારે અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ ટ્રેનનું અનાવરણ કર્યું. તેજસ ટ્રેન ખાનગી ટ્રેન છે જે કાલુપુર રેલવે સ્ટેશન પર આવી છે. આ ટ્રેન નવેમ્બરથી શરૂ થશે.

IRCTCના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, “તેજસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ટ્રેન ગુરૂવારે નહીં મળે. તેમાં એક્ઝીક્યુટીવ અને એસી ચેર કાર હશે. આ ટ્રેનનું બુકિંગ IRCTCથી જ થશે. તેજસ ટ્રેનની ટિકિટ રેલવે સ્ટેશન પર નહીં મળે. અમદાવાદ અને મુંબઈ સૌથી વ્યક્ત રૂટ માંથી એક છે. જેથી વારંવાર મુસાફરી કરતા લોકોને ફાયદો થશે.”

તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.10 વાગ્યે બપોરે પહોંચશે. તે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે સાંજે પહોંચશે. ટ્રેનનું ભાડું ડાયનામિક રહેશે.

NO COMMENTS