અમિતાભ બચ્ચનનો ૨૩ ઑગસ્ટથી શરૂ થઈ રહેલો શો ‘કૌન બનેગા કરોડપતિ’

0
831

અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝન જ્ઞાનદાર, ધનદાર અને શાનદાર હશે. આ શોની ૧૩મી સીઝન ૨૩ ઑગસ્ટથી સોની પર શરૂ થઈ રહી છે. લાઇટથી લઈને ઑગ્મેન્ટેડ રિયલિટી દરેક વસ્તુમાં બદલાવ કરવામાં આવ્યો છે. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં એક સવાલ કરવામાં આવતો હતો એની જગ્યાએ હવે ત્રણ સવાલ કરવામાં આવશે એટલે કે ટ્રિપલ ટેસ્ટ લેવામાં આવશે. આ ત્રણેય સવાલના જવાબ સૌથી ઓછા સમયમાં આપનારને હૉટ સીટ પર બેસવા મળશે. આ સીઝનમાં ફરી ઑડિયન્સ પોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે શાનદાર શુક્રવારમાં સેલિબ્રિટીઝને સોશ્યલ કોઝ માટે બોલાવવામાં આવશે. આ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારું ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે આ ૨૧મું વર્ષ છે. હું આ શોથી ક્યારેય થાકતો નથી. પહેલી વાર છેલ્લી સીઝનમાં એવું થયું હતું કે સ્ટુડિયો ઑડિયન્સ નહોતું જોવા મળ્યું અને આપણે પણ લાઇફમાં ઘણા બદલાવ જોયા હતા. હું તેમને અને તેમની એનર્જીને ખૂબ જ મિસ કરી રહ્યો છું. મને ખુશી છે કે સ્ટુડિયો ઑડિયન્સ અને ઑડિયન્સ પોલ બન્ને આવી રહ્યાં છે. દર્શકો અને દરેક ફીલ્ડના સ્પર્ધકો સાથે આ ગેમ રમવાનો અનુભવ મારા માટે હંમેશાં ખૂબ અદ્ભુત રહે છે. આ સ્પર્ધકોથી મને હંમેશાં પ્રેરણા મળે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here