અમિતાભ બચ્ચને આ કાર્ટૂન શૅર કરીને લખ્યું : આ તસવીર બધું કહી જાય છે

0
72

અમિતાભ બચ્ચને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એવું એક કાર્ટૂન શૅર કર્યું હતું જેમાં ૨૦૨૪માં આપણા દેશે ગુમાવેલી ચાર મહાન હસ્તીઓને સ્વર્ગમાં પોતપોતાની મનગમતી પ્રવૃત્તિ કરતી દેખાડવામાં આવી છે. વિખ્યાત કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં ઝાકિર હુસેન તબલાં વગાડી રહ્યા છે, રતન તાતા શ્વાનને ખવડાવી રહ્યા છે, ડૉ. મનમોહન સિંહ દેશ વિશે વિચારી રહ્યા છે અને શ્યામ બેનેગલ તેમના કૅમેરા સાથે છે. આ કાર્ટૂન શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું : આ તસવીર બધું કહી જાય છે. ૨૦૨૪માં એક પારસી, એક મુસ્લિમ, એક સિખ અને એક હિન્દુનું અવસાન થયું અને આખા દેશે તેમને ભારતીય ગણીને તેમની વિદાયનો શોક પાળ્યો.